સમગ્ર ગુજરાતમાં આજે ક્ષત્રિય સમાજને વિનંતિ અને અપિલ કરું છું કે હવે ક્યાં સુધી ઘોર નિંદ્રામાં પોઢ્યા રહીશુ????
મુસ્લિમ વર્ગ પોતાના ધર્મ માટે મક્કમને સંગઠિત છે...
દલિત વર્ગ ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે સંગઠિત થઈ ગયો..
કણબી-પટેલ લેઉવા- કચ્છી-કડવા તમામ વાડા જુથબંધી છોડી સરદાર પટેલના નામે,ઉમા-ખોડલના નામે સંગઠિત થઈ ગયા.
ચૌધરી સમાજ અર્બુદાના નામે સંગઠિત થયા!
રબારી વાળીનાથ-ભરવાડ કાળીયા ઠાકરના નામે સંગઠિત થઈ ગયા,
જૈનો તિર્થંકરના નામે સંગઠિત થઈ ગયા..
ગઢવી-ચારણ માં મોઘલના નામે સંગઠિત થઈ ગયા.
અા બધાં સમાજના રાજકીય-સામાજિક અગ્રણીઓને બિરદાવવા લાયક છે,
અા તમામ સમાજોના ધર્મગુરુ-પ્રતિષ્ઠીત-બુદ્ધિજીવી મહાનુભાવોની ભવિષ્યની ચિંતા અને કોઠાસુજ પ્રેરણાદાયી છે...
એક સમયે સમગ્ર ગુજરાત અને ભારતખંડ પર આધિપત્ય ધરાવતો ક્ષત્રિય સમાજ આજે કેમ દિનપ્રતિદિન વિભાજીત થતો જાય છે?????
શું ભાઈઓ આજનું યુવાધન અા સમગ્ર ક્ષત્રિય સમાજને એકતાના તાંતણે ના ગૂંથી શકે????
ક્યાં સુધી અલગ-અલગ થઈને સંઘર્ષ કરીશું????
ક્યાં સુધી અા રીતે લડતા રહીશુ??
પહેલાં ક્ષત્રિય રાજવીઓ-વંશોં અંદર અંદર રજવાડાંઓ લડ્યા,
ત્યારબાદ મુઘલો-સલ્તનતો સામે લડ્યા,પછી અંગ્રજો સામે અને હવે ભાજપ અને કૉંગ્રેસ સામે..
પણ ક્ષત્રિયોનું કલ્યાણ હજુ સુધી નથી થયુ..ગાય-બ્રાહ્મણ-માતૃભૂમી-રાષ્ટ્ર-ધર્મ માટે ત્યાંગ કરનાર,લીલા માથાના બલીદાન આપનાર,ભીષણ નરસંહાર કરનાર ક્ષત્રિયોને ક્યાં મહત્વ મલ્યું??
આપણો ઇતિહાસ માત્ર પાળીયા ખાંભિઓમાં,વયવંચા બારોટોના ચોપડાઓમાં,લોક સાહિત્ય-અને કવિરાજોની જીભ પુરતો સીમિત થઈ ગયો છે..
562 રજવાડાં દાન કરનાર દાનવિર રાજવીઓ અને મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ગોહિલ જેવા મહારાજાઓ વિસરાઇ ગયાં,
અખંડ ભારત માટે રજવાડાં અર્પણ કર્યા હતા,
કોઈ વ્યક્તિને નહી.
નાયબ વડાપ્રધાન નાતે સરદાર સાહેબને સન્માન આપ્યું હતું, પટેલ તરીકે નહી,જેણે રજવાડાં અર્પિત કર્યા
એ દાતાઓ એમણે ઐતિહાસિક અન્યાય,અને લોખંડના સળીયાથી ગુમળુ ફોડનારનું વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પણ બની ગઈ...
અા દેશનું નામ જેનાં પરથી પડ્યુ,
અા દેશનો નાથ અને દેશનો સાચો પિતા
એ રાજા ભરત ભુલાઈ ગયાં,અને મોહનદાસ કરમચંદ ગાંધી,મહાત્માની સાથે સાથે રાષ્ટ્રપિતા પણ બની ગયાં??
હજુ એ થોડું હતું કે અા દેશની ચલણી નોટો પર પણ ફોટો આવી ગયો....
વાહ રે દોગલી રાજનીતિ..
સનાતન ધર્મ અને હિંદુત્વ માટે જેમણે હરહંમેશ કેસરીયો કર્યૉ,અને જેમની સન્નારીઓએ જૌહર કર્યા,
માથા વાઢ્યા અને વઢાવ્યા,
એ ક્ષત્રિયો ભુલાઈ ગયાં અને લોકશાહીના ઘુઁઘટમાં નકલી હિંદુધર્મરક્ષકો એ કેસરીયા અને ભગવા પર પણ કબ્જો લઈ લીધો,અને પ્રધાનમંત્રીને ફલાણા-ઢિકણા મંત્રીનેધારાસભ્ય,સંસદસભ્યને તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના પ્રમુખ બની ગયાં..
અા છે અન્ય સમાજોની હોંશિયારી-સમજણ અને એમની વર્તમાન સંજોગોને સાથે તાલમેલ લાવી વાસ્તવિકતા સભર ચાલવાની કુશળતાનું પ્રમાણ...
આપણે સમગ્ર ભારતની વાત નથી કરવી પણ આપણા પ્રદેશ ગુજરાતમાં તો ક્ષત્રિયોને સંગઠિત કરી શકીએ ને????
ગુજરાત ભૌગોલિક રીતે અનેક વિસ્તારોમાં સામાજિક રીતે વહેંચાયેલ છે,એટલે વિસ્તારો પ્રમાણે અને મૌભા પ્રમાણે દરેકની સામાજિક વ્યવહાર-રીત રિવાજ-પરંપરા પણ ભિન્ન હોય એ સ્વાભાવિક છે..
અને એ માટે જુઁનવાણીની એક કહેવત પણ પ્રચલીત છે..
એક કહેવત પ્રમાણે બાર ગઊએ બોલી બદલાય....
એ રીતે ઉત્તર ગુજરાતમાં ગઢવાડા- જાગીરદાર-પાલવી-ઠાકોર-મુંવાડા-ચુંવાળ ચોર્યાશી-
મધ્ય અને દક્ષિણમાં ગુજરાતમાં બારૈયા-ધરાળા-ઠાકોર અને સૌરાષ્ટ્રમાં કારડીયા-નાડોદા-કાઠી અા તમામ વિસ્તારોના વાડાઓ લગ્નેતર સબંધ પુરતા સીમિત રાખવા પડશે..
ઝાલા,ચૌહાણ,પરમાર,સોલંકી,ડાભી,બારડ,રાઠોડ,પરમાર,વાઘેલા,મકવાણા,ગોહિલ,ખાંટ, વગરે જેવી 4વંશ 36શાખાઓના ક્ષત્રિયો આપણે ક્યાં સુધી અા કાલ્પનિક સમૃદ્ધી અને ઇતિહાસને વાગોળે રાખીશું???
યાદ રાખો ઇતિહાસ ગાવો,વાંચવો એ આપણુ કર્મ નથી,ઇતિહાસ રચવો એ આપણું કર્મ છે...
હાલની વાસ્તવિકતા નગ્ન સત્ય એ છે કે હજુ આપણે ઓશિઁકા પોંગથની લડાઈઓ અંદર અંદર લડીએ છીએ અને દેશના રાષ્ટ્રપતિ એક દલિત અને પ્રધાનમંત્રી મોદી ગયાં??અને પ્રદેશના.મુખ્યમંત્રી એક વણિક બની ગયાં,
ક્યાં ગઈ આપણી બહાદુરી-શુરવિરતા-પરાક્રમ???????
આપણે ક્ષત્રિય સમાજનું સામાજિક-શૈક્ષણિક-આર્થિક અને રાજકીય ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ ઇચ્છતા હોય,ભાવિ પેઢીનું કલ્યાણ સાથે સમાજનો સર્વાંગી વિકાસરૂપિ સોનાનો સૂરજ ઉગે એવું ઇચ્છતા હોય,ક્ષત્રિયોના સુવર્ણકાળ લાવવા માંગતા હોય,
અને પુનઃ દબદબો,વર્ચસ્વ અને પ્રભુત્વનું સ્થાપન કરવા માંગતા હોયતો,
એક જ વિચારધારા સમગ્ર ગુજરાતમાં ગુંજતી કરવી પડશે.....
બેટી ભેદ ભલે હોય,પણ રોટી ભેદ ના હોવો જોઈએ
🚩ક્ષત્રિય-ક્ષત્રિય
ભાઈ ભાઈ🚩
સંગઠનોના બેઁનર મંદીરમાં મૂકી,નેતૃત્વની લડાઈ,એક બીજાના મતભેદ-મનભેદને તિલાઁજલી આપી,અહંકાર-મિથ્યાભીમાન-દંભ-આડંબરને જાકારો આપી...
અને તુ નાનો હું મોટો એ માનસિકતા ત્યાગી,અમે ઊઁચા તમે નીચા અા સંકુચિત વિચારો છોડી ક્ષત્રિય સમાજના નામે સૌએ એકત્રિત થઈ,સંગઠિત થઈ ઇતિહાસ રચવા માટે કટિબદ્ધ બનવું પડશે..
ક્ષત્રિય એકતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવુ પડશે...
🙏વાદ નહી વિવાદ નહી
ક્ષત્રિય એકતા સિવાય વાત નહી🙏
અગત્યની નોંધ અા પોસ્ટ કોઈ પક્ષને અંતગર્ત નથી....
માત્ર ક્ષત્રિય એકતાને જ સમર્પિત છે
મારી અા પોસ્ટમાં યોગ્ય લાગે અને તથ્ય હોયતો શેર કરજ,કોમેન્ટ્ કરજો
🚩જય ભવાની🚩
🚩જય માતાજી🚩
